દ્રશ્ય થી અદ્રશ્ય, સ્થૂળથી સુક્ષ્મ, પદાર્થથી પરમાત્મા, આજ તો આપણું ધ્યેય છે અને નથી તો હોવું જોઈએ. કેમકે એક આંધળાને પ્રકાશ શું છે તે સમજાતું નથી, અરે પ્રકાશ તો શું તમે અંધ વ્યક્તિને અંધકાર કેવી રીતે સમજાવી શકશો? બહેરાને ધ્વની કેવી રીતે સમજાવી શકશો? આપણે પામર મનુષ્યો, ફક્ત પાંચ ઇન્દ્રિયોથી ઘેરાયેલા મનુષ્યો. આમાંથી એક પણ નાં હોયે તો તમારું જીવન અડધું થઇ જશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? ક્યાં સુધી આ સહેશું? કેટકેટલા પ્રાણીઓ છે આ દુનિયામાં, જેની પાસે પાંચે ઇન્દ્રિયો નથી. બધા જાણો છો કે વૃક્ષ માં જીવ છે. વૃક્ષ પાસે કેટલી ઇન્દ્રિય છે? સંવેદના છે? આંખ છે? કાન છે? સ્પર્શ છે કે નહિ તે હજી સુધી ખબર નથી. મન તો હશે કેમકે માનવી નું મન પણ હજી આપણે નથી માપી શક્યા તો વૃક્ષનું મન તો કેવી રીતે માપીશું. પણ આપણું જીવન સંપૂર્ણ રીતે વૃક્ષ આધારિતજ છે. તે ફળ આપે છે, તે અન્ન  આપે છે. તે પ્રાણવાયું આપે છે, અને આપણે જીવીએ છીએ. અને આજનો માનવી તેનોજ નાશ કરે છે. તે વૃક્ષ નો નાશ નથી કરતો, આખી માનવ જાતનો નાશ કરે છે. ખેર આ તો આડવાત થઇ. આપણું ધ્યેય હતું પરમાત્માની પ્રાપ્તિનું.
એના માટે જે ગ્રહણ શક્તિ જોઈએ તે છે આપણામાં? મારી પાસે એક મિત્ર આવ્યો, મને કહે કે તે ઈશ્વરને જોયો છે? ઈશ્વર છે? અરે એને શું કહું કે  ઈશ્વર છે, તારી આસપાસ છે પણ તે તારા દરવાજા એને માટે તે તારી જાતે બંધ કરી દીધા છે. જરા નજર તો કર…તે જે ખાધું તે તને કોણે આપ્યું? વાણીયાએ ? અરે એમાં કેટકેટલા માણસોએ મહેનત કરી છે. અરે માણસોએજ નહિ, ધરતી જો નાં આપત, તો તું ભૂખ્યો રહેત . અરે પાગલ, તું જીવે છે એજ તો મોટો ચમત્કાર છે. તું ક્યાં આ ડેવલોપમેન્ટ નાં ચક્કરમાં પડી ને કોઈ ના હાથનો હાથો બની રહ્યો છે બાપ. આવ આપણે આપણી ધરાને બચાવીએ, નહીતો આ politician માણસો આપણને લૂટી લેશે. આપણી ધરા આપણી પાસે થી લઇને એમાંથી ખનીજ કાઢશે, કોલસો કાઢશે, કઈ નહિ તો  બિલ્ડીંગ બાંધશે અને દસ ગણું કમાશે,  અને આ government એજ લોકોની છે. ચોરોની છે, લુટારાઓની છે,  એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. એ તો એ લોકોને તાત્કાલિક NA કરી આપશે.
ખેર ફરી આડ વાતે ચડી ગયો. પણ મારા બાંધવોને એટલુજ કહું છું કે બચો. બચો લાલચથી બચો. જે મળે એમાં સંતોષ માનો. અને જમીન તમારી માં છે તેને સંભાળો. ઈશ્વર તો મળવાનો હશે ત્યારે મળશે પણ તમારી માં માફ નહિ કરે. જયારે આટલું કરશો ત્યારે પદાર્થ થી પરમાત્મા સુધી આસાનીથી પહોચી  જશો.  બાકીતો બાપુઓની પાસે કથા સાંભળવાથી કઈ વળવાનું નથી.

  • Share/Bookmark
This entry was posted on Friday, May 28th, 2010 at 7:44 pm and is filed under Gujarati, Politics., social. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a reply

Name (*)
Mail (will not be published) (*)
URI
Comment