અંધેરી, મુંબઈમાં એક ક્રાંતિ થઇ રહી છે. હું વાત કરી રહ્યો છું ભવન’સ કલ્ચરલ સેન્ટરની. આ સેન્ટર શ્રી લલિત શાહે શ્રી લલિત વર્માના સાથ થી શ્રી ડો. મનીષ શ્રીકાંતની સહાયતાથી શરુ કર્યું. આજે ડો. શ્રીકાંતનું શમણું સંપૂર્ણ પણે સાકાર થઇ રહ્યું છે. હવે હું શ્રી લખવું બંધ કરું છું કેમકે બધા મિત્રો છે. લલિત શાહ એક એવી વ્યક્તિ છે કે જે આજે, આ ઉમરે પણ દિવસના ૨૪માથિ સોળ કલાક કામ કરે છે. લલિત વર્મા લાજવાબ છે . એ બધુજ છે. એ એક અસેટ છે ભવન્સનું. એ સંગીત નાં ઉપાસક છે. એ ક્રિટિક છે. એ ફક્કડરામ છે. એ મિત્ર છે, એ સારા માણસ છે. એ લલિત શાહનો એક થાંભલો છે. એ ચુપચાપ એવું કામ કરી રહ્યા છે કે જાણે લલિત શાહનું અને ડો. શ્રીકાંત નું સપનું પૂરું કરવાજ એ અહી છે. લલિત વર્મા તમને વંદન.
લલિત શાહ, તો કાબો છે, જાડો છે, અને જેટલો જાડો છે એટલુજ એનું હૃદય પણ મોટું છે. કેટલું મોટું? અરે એના હૃદયને માપવા તો સાત સમંદર ઓછા પડે. એ વ્યાપારી નથી, એ તો દરિયાવ દિલનો ખેલાડી છે. એની વાત કરવી હોય તો એક વાત સમજવી પડે. એના જેવો માણસ તમને આખી દુનિયામાં ક્યાય નહિ જડે. ઈ બાપો છે બધાનો. મને નથી ખબર કે એ જે કરી રહ્યો છે, તે એને ખબર છે કે નહિ, પણ એ માણસ જે ગુજરાતી, Marathi, બંગાળી, હિન્દીની સેવા કરી રહ્યો છે તે અજોડ છે. જો હું ગાંધીને બાપુ કહું તો લલિત શાહને બાપો કહું. એના એક અવાજે તે ભલભલાને બોલાવી શકે છે. હલાવી શકે છે, ડોલાવી શકે છે. આજે બીસીસીએ ના દરેક પ્રોગ્રામમાં એની સુવાસ પ્રસરે છે. એને સાથ છે એના નાનપણના મિત્ર પ્રવીણ જોશીનો. આ એજ પ્રવીણ જોશી છે જે ગુજરાતી ભાષાનો એક મહારથી છે. મોરારીબાપુ પણ એને આશીર્વાદ આપવા ખાસ આવ્યા હતા ભવન્સમાં , અને તેમણે શ્રી કન્નૈયાલાલ મુનશી, કે જેઓ ગુજરાતના સપુત હતા અને ભવન્સના સ્થાપક હતા, એજ ભવન્સ જેનો આજે વિશ્વભરમાં ડંકો વાગે છે. તેને અંધેરી ભવન્સનાં કેમ્પસમાં બાપુએ ખુદ કથા આપી અને મુન્શીજીનું, ભવન્સનું અને “અમારા” અંધેરીનું સન્માન કર્યું. જો લલિત શાહ નાં હોતે તો આ બધું કદાપી નાં થતે. લલીતભાઈ, તમને કદાચ ખબર હોય કે નાં હોય, તમે આજે ફક્ત ગુજરાતીઓ નાજ નહિ, સમગ્ર દેશના મહારથી બની ગયા છો. તમે કેટકેટલી ભાષાની સેવા કરી રહ્યા છો. તમને વંદન. લાખ લાખ વંદન.
અને મારા પ્રિય મિત્ર કમલેશ દરૂ, હું એમને દારુ કહું છું., કેમ ભૂલાય? મિત્ર તમે આ વયે અને આટલી અગવડો ભોગવ્યા પછી પણ, રંગભૂમિની સેવા કરી રહ્યા છો. તમને પણ વંદન. પ્રવીણભાઈને પણ વંદન. તમને સહુને લાખ નહિ કોટી કોટી વંદન. ચાલો મારી વંદના પૂરી થઇ.

તમે ઘણું કર્યું, હજુ ઘણું બાકી છે. તમે કરશો, એ અમને વિશ્વાસ છે. બાકી, આ હિન્દુસ્તાનને જો એક રાખવું હશે તો રસ્તોતો આપણેજ, ગુજરાતીઓએજ બતાવવો પડશે. પછી, ભલે એ ગાંધી હોયે કે સરદાર હોય, કે મોદી હોય, કે મોરારી બાપુ હોય, કે લલિત શાહ હોય, કે લલિત વર્મા હોય, કે પ્રવીણ સોલંકી હોય કે કમલેશ દરૂ હોય . તમે જે કરી રહ્યા છો તે એક માર્ગ છે. એક માર્ગ પર તમારે જવાનું છે, આ ઉમરે પણ જવાનું છે. ભારતને રસ્તો બતાવવાનો છે. કહેવાનું છે, આપણે તો વિનોબા, કાકા કાલેલકર, સ્વામી આનંદ, રવિશંકર મહારાજને રસ્તે જવાનું છે. આપણે ગાંધીને રસ્તે જવાનું છે. સરદારને રસ્તે જવાનું છે.
શું આ તમે કરશો? કેવી રીતે કરશો તે તો તમારે વિચારવાનું છે. કવિતા માં કરશો કે નાટક માં કરશો? નૃત્યમાં કરશો કે ફિલ્મોમાં કરશો? કળાના પ્રયોગથી કરશો કે ખુલ્લેઆમ કરશો? પ્રેસમાં કરશો કે વિદ્યાર્થીઓમાં કરશો? તમારા થકીજ આ શક્ય છે. યસ, આ શક્ય છે. માણસ જે સમાજથી વિખુટો પડી ગયો છે તેને સમાજ ભણી પાછો લાવવાનો પ્રયત્ન તો કરીએ. તમે જો નહિ કરો તો ભારતનું ભવિષ્ય નહિ હોય. અને જો ભારતનું ભવિષ્ય હોય તો ભવન્સનું ભવિષ્ય શું હશે?
એકજ વિનંતી છે તમે બધા એક દાયરામાં બંધાઈને નાં રહેતા. આજે આપણો દેશ, ભારત તમારા સહુ પાસેથી એક અપેક્ષા રાખેછે. તમે જતા પહેલા એ અપેક્ષા પૂરી કરજો બાપ.

  • Share/Bookmark

Tags: , , , , , , , ,

This entry was posted on Sunday, May 30th, 2010 at 8:20 pm and is filed under Gujarati, social. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 comments so far

Mehta.
 1 

અશોકભાઈ, હું આ બધાને ઓળખું છું. તમે જે લખ્યું તે સાચુજ લખ્યું છે. તેઓ જો ઈચ્છે તો કામ સે કામ આપણા ગુજરાતમાં તો, અને ભવિષ્યમાં આખા દેશમાં તેઓ સાંસ્કૃતિક ક્રાંતિ પ્રસરાવી શકે છે. તેઓ ફક્ત બહ્વાન્સ્નેજ નહિ આખા દેશને leadership પૂરી પાડી શકે છે. ફક્ત તેઓ જો કરે તો, જો ચાહે તો. ફક્ત કળાની સેવા કરવાથી તેમનું કાર્ય અધૂરું રહેશે. તેઓએ એવા પ્રોગ્રામ આપવા જોઈએ કે દેશ આજે માઓવાદીઓ અને જિહાદીઓના હાથમાં સપડાયો છે તેમાંથી છૂટી શકે. કૈક એવી ચર્ચા તો એઓ જરૂર શરુ કરી શકે. એક ચિનગારી બનશે તો કાલે આગ બની જશે.

June 2nd, 2010 at 7:12 pm
admin
 2 

Dear Mehta, I honestly believe that we can not only survive but we can be saved by Gandhi’s thoughts. Today we have a platform like Bhavan’s Andheri, which was initially established by K. M. Munshi, a saathi of Bapu. If somebody can press the message across the country, only they can. I sincerely believe.

June 12th, 2010 at 7:21 pm

Leave a reply

Name (*)
Mail (will not be published) (*)
URI
Comment