Archive for the ‘Gujarati’ Category

20
Aug

Suraj Dheema Tapo, Zaverchand Meghani.

   Posted by: admin

મારી મેંદી નો રંગ ઉડી જાયરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,
મારો કંકુનો ચાંદલો ચોળાય્રે, સુરજ ધીમા તપો, ધીમા તપો.,

મારી વેણી લાખેણી કરામાંયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,
મારી પાની સુવાળી બળી જાયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો.,

મારા કેમે નો પંથ પુરા થાયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,
જેને શોધું તે દૂર સરી જાયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,.

  • Share/Bookmark

આ ઝવેરચંદએ વનરાજ ચાવડા માટે લખ્યું છે.

વનરાવન નો રાજા રે,
પોઢ્યો ઉંચે પારણે હો રાજ,
ઉંચેરી વડવાયેરે
વનરાજના પારણા હો રાજ,
દુધલ્ડા કઈ પીતો રે,
રૂપવરણી રાતના હો રાજ,
ગોઠડિયું કઈ કરતો રે
તારલીયાની સાથમાં હો રાજ.

વાટલડી કઈ જોતો રે,
જોબન ક્યારે આવશે હો રાજ,
ઝબકી ઝબકી જોતો રે,
જોધ્ધા ક્યારે જાગશે  હો રાજ.

સ્વપ્નમાં સાંભળતો રે
હાકલ ક્યારે વાગશે હો રાજ,
વનરાવન નો રાજા રે,
પોઢ્યો ઉંચે પારણે હો રાજ.

આ કવિતા તમને ક્યાય નો મળે હો.

ashok chavda.

  • Share/Bookmark

આ જુવો,
ઝવેરચંદ નો ચમત્કાર,
મેં અને તમે આ કેટલી વાર સાંભળ્યું હશે પણ કોઈ દિવસ યાદ કર્યો છે એના કવિ ને?
કાળુડી કુતરીને આવ્યા ગલુડિયા,
ચાર કાબરા ને ચાર  ભુરીયા રે લોલ,
હાલો ગલુડિયા રમાડવા જી રે

બાને વા’લા છે જેમ વીરો અને બેની,
કાળવીને વા’લા કુરકુરિયા જી રે,
હાલો ગલુડિયા રમાડવા જી રે.

મોટા થશેને મારી શેરી સાચવશે,
જાગશે રાતે બાદુરીયા જી રે,
હાલો ગલુડિયા રમાડવા જી રે.

ઝવેરચંદ મેઘાણી.

  • Share/Bookmark

ધરા પર મારે કોઈ શત્રુ નથી,
કાયરો એ અહંકાર ધરતા.
મરદ કર્તવ્યસંગ્રામના જંગમાં
લાખ શત્રુને રક્ત નીતારતા.

તું રીપુહીન હોવાની શેખી મ કર,
બંધુ! નિર્વીર્ય એ દરપ ગાવે,
બહાદુરો સત્યને કાજ નિર્મમ બની,
મિત્રની શત્રુતાયે વધાવે.

  • Share/Bookmark

મારે ઘેરે આવજે બેની,
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યા ને
સળગે કાળ દુકાળ.
ફૂલ વિના, મારી બેનડી! તારા
શોભતા નો’તા વાળ.

બાગ બગીચાના રોપ નથી, બેની,
ઉગતા મારે ઘેર,
મોગરા ડોલર જી ચમેલીની,
મારે ઘેર નથી મહેર.
ડુંગરની ઉચી ટોચ ઉભેલા
રાતડા ગુલેનાર,
સાપ વીંટયા  પીળા કેવડા હું મારી
બેન સાટું વીણનાર.
ખેતર વચ્ચે ખોઈ વાળીને
ફૂલ ઝીણા ખોળીશ.
વાગશે કાંટા, દુખશે પાની
તોયે જરીકે નાં બીશ.

ભાઈભાભી બેય ભેળા બેસીને
ગૂંથશું તારે ચૂલ.
થોડી ઘડી પે’રી રાખજે વીરના
વિણેલ વેણી ફૂલ.

  • Share/Bookmark

આપણી મહિલા હોકી ટીમનો કોચ, એટલે કે મહારાજ કૌશિક એક વાસનાગ્રસ્ત માણસ છે. આ માણસ દુરાચારી, દંભી અને પાપી છે. આવા લોકો અને આવા લોકોને સાથ આપવાવાળાનો નાશ થાવોજ જોઈએ.
ધન્ય છે પેલી રંજીતાને કે તેને આંખ વસ્તુ પ્રકાશમાં આણી. દુનિયા શું કહેશે તેની પરવા કાર્ય વગર તે લગભગ એકલે હાથે લડી. હવે શું? આ દુરાચારી માણસે તેના પર પોતાની કામી નઝર નાખી. આજ સુધીમાં કેટલીયે છોકરીયોને આ માણસે અભડાવી હશે. જો મને આ જીંદગીમાં આ માણસ મળશે તો અને ત્યારે, હું સોન્ગંદપૂર્વક કહું છુકે હું તેને થપ્પડ મારીશ અને તેના મો પર થુકીશ. આ માણસે માનવતાનુજ નહિ આપણાં દેશનું અપમાન કર્યું છે. સત્તામાં બેઠેલા કપુરુષો આને કદાચ ચલાવી લેશે, પણ જનતાએ તો કદાપી ના ચલાવી લેવો જોઈએ. જનતાએ તેને નાગો કરીને ગધેડાની પૂંઠ પર બેસાડીને તેનું મોઢું કાળું કરવું જોઈએ એવી મારી ભાવના છે.

આપણાં સત્તાધીશો સમિતિ રચવા સિવાય કશું કરી શકે તેમ હું નથી માનતો. આ બધા હવે કદાચ એક બહુ મોટી રમતમાં લાગી જશે, કૌશીક બચાવ રમત.’
આપણી સુપ્રિમ કોર્ટે આ રીપોર્ટને સુઓ મોટો અરજી સમજીને પોતે આ કેસ ચલાવવો જોઈએ. ભલે સાલ્લો જિંદગીભર હેરાન થતો.

  • Share/Bookmark

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

- ઝવેરચંદ મેઘાણી

  • Share/Bookmark

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

- ઝવેરચંદ મેઘાણી

  • Share/Bookmark

આ બધું શું થઇ રહ્યું છે આ દેશમાં? શું આપણે આમજ મુક અને બધીર બનીને આ બધો તમાશો જોતા રહેશું? આજે દેશનો હર એક રહેવાસી જાણે છે કે આ કાળજાળ મોંઘવારી કોના લીધે આવી છે? આ શરદ પવાર જેના ઉપર IPL નાં આક્ષેપો થયા કે તરત હોસ્પિટલમાં દોડી ગયો. એનું વાકું મોઢું હજી વધુ વાકું બનશે બાપ. અરે હજુતો તારા કયા કયા અંગો વાંકા બનશે તને નથી ખબર. તું તો હજુ તારી જાતને બચાવવામાં પડ્યો છે,  અરે ભૂલી જા ભાઈ ક્યાં સુધી અમ ગરીબોના નિહાકા લઈશ? આ પ્રજા આજે અબજોમાં પહોચી છે. નેતાઓ,તમે બધા કદાચ પૈસે ટકે સુખી હશો પણ તમે આજે કઈ ખાઈ પી શકો છો? પેલો મનમોહન, બે બે વાર તો બાયપાસ કરાવી ચુક્યો છે. અને પેલો કરુણાનિધિ ગયો કે જાઉં એવી સ્થિતિમાં છે. અને આ મહારાષ્ટ્રના  મહારાજા , આ ઉમરે પણ પાછો પોલીટીક્સમાં આવ્યો, કેમકે જાણે છે કે દીકરામાં કૌવત નથી. સગો ભત્રીજો હરાવી જશે. અને ભત્રીજો તે કેવો? બે બહેનો પરણી બે ભાઈઓને. એક બહેનનો છોકરો એક અને બીજીનો બીજો. આજે બંને એક બીજા નાં દુશ્મન. આજ તો આપણા હિન્દુસ્તાન ની કહાણી છે. બાકી જો તમે એમ માનતા હો કે અંગ્રેજોએ હિન્દુસ્તાન મોગલો પાસે થી લીધું તો ભૂલી જજો. જ્યારે અંગ્રેજોએ હિન્દુસ્તાન લીધું ત્યારે મોગલો નહોતા, મરાઠાઓ હતા. અને, આજ ની જેમજ એ લોકો ઉઘરાણી કરતાતા.
નાં માનો તો પૂછો, સિંધિયા કોણ હતો?  ગાયકવાડ કોણ હતો? ભોંસલે કોણ હતો ભાઈ? અને પેશ્વા? કેટલા પ્રદેશ ઉપર એમનું રાજ હતું? અરે ભાઈ આખા આજના પાકિસ્તાનથી ઓરિસ્સા અને તમિલનાડુ સુધી એમનુજ રાજ હતું અને એ લોકોએ છાબડી પર ધરીને આપી દીધું અંગ્રજોને. આપણને તો એજ શીખવાડવામાં આવી રહ્યું છે કે મોગલો પછી અંગ્રેજો આવ્યા. પણ સાચી વાત કોણ કહેશે? કેમ આપી દીધું તમે બધું? જેમ આજે તમે આખી IPL , BT બ્રીન્જલ, BT રૂ એટલે કે BT cotton  વેચી રહ્યા છો. દેશનેજ વેચી રહ્યા છો. એજ રીતે તમે સહુએ આ દેશ અંગ્રેજોને વેચી દીધેલો. ત્યારે પણ ગુજરાતે દેશને બચાવેલો, આજે પણ ગુજરાતજ આ દેશ ને બચાવશે. શરદ પવાર, તારું વાંકું મોઢું વાકુજ રહેશે. બાકી તો પ્રણવ અને મનમોહન અને સોનિયા બધાજ તારા ગુલામો છે.

આ જુઓ, આ પ્રૂફ આપુછું વિકિપીડિયામાંથી.

Different Maratha (also called as Rastriks or Maha-rathis or Mahrattas) rulers during Medieval period (before 12th century) include Satavahana  and Rashtrakuta. They re-united into historical prominence under the leadership of Chhatrapati Shivaji in the 17th century. Shivaji Maharaj, born into the Bhosale clan of Marathas, secured an independent state by dint of lifelong struggle and thereby founded an empire, the remnants of which lasted until the independence of India in 1947. The state thus founded by Chhatrapati Shivaji attained its zenith under the Peshwas in the 18th century, extending from the Indus in present-day Pakistan to Orissa in the east and from the Punjab to central Karnataka  in the south. The kingdom of Thanjavur in present-day Tamil Nadu was also ruled by a Maratha dynasty, albeit outside the ambit of the main Maratha Empire. At its peak, the Maratha Empire established a protectorate over the Mughal emperor and paramountcy over the numerous Rajput chieftains of Gujarat, Rajasthan, Central India and elsewhere. They had also brought the Punjab under their sway and ended Muslim rule there, setting the conditions for later Sikh control. This vast empire declined gradually after the third battle of Panipat (1761); by 1818, all of present-day India had fallen to the British East India Company.

જો આપણે આપણોજ ઈતિહાસ નાં જાણતા હોય તો આપણે હીજડા છીએ.

  • Share/Bookmark

આજે, હમણાજ નગીનદાસ સંઘવીનો ચિત્રલેખામાં લેખ વાંચ્યો. “બોલો, આમને ‘ગાંધીવાદી’ કહેવાય?”  આ લેખ તો સાહેબે લખ્યો પણ એમણે અરુન્ધતીનો  ફક્ત એકજ કોમેન્ટ ધ્યાનમાં લીધો છે. એમણે આખો નિબંધ  નથી વાંચ્યો. હું શ્રી નગીનદાસ સંઘવીજીને એક લિંક મોકલાવા માંગુ છું.
નગીનદાસભાઈ તમે એ દંડકઅરણ્ય માં ક્યારેય ગયા નથી કે જવાના પણ નથી, જ્યાં અરુંધતીએ જઈને રાતો ની રાતો ગુજારી છે, ત્યાં જઈને, જો હિમ્મત્ત હોય તો, લખો, પણ તમે હવે આ વયે ત્યાં જવાનાનથી. જો તમે પોતે  ત્યાં જઈને રીપોર્ટીંગ નાં કરવાના હો તોઆવો આક્ષેપ તો નાં મુકો તેમના પર. તેઓ એ તો ચોખ્ખું કીધું છે કે આ એ લોકોએ નથી કર્યું. આ તો CPM વાળાએ ચૂંટણી જીતવા કર્યું છે. તમને ખબર છે કેમ મમતાએ CBI ની માંગણી કરી? કાઈ તો કારણ હશેને ભાઈ શ્રી નગીનદાસજી.  anyway જરા આટલું વાંચી જજો, આંખમાંથી આંસુ નાં ટપકે તો કહેજો. જો તમે સાચા ગુજરાતી હશો અને કોઈનોયે પગાર ખાધા વગર લખતા હશો તો આ વાચ્યા પછી તમે તમારું મંતવ્ય બદલશો, મને ખાતરી છે.  અને હું હમેશા તમારી સાથે ચર્ચા કરવા તય્યાર છું. સાહેબ.

આજે આખી દુનિયા જાણે છે કે સુભાષબાબુની પહેલી પ્રેરણાનું બિંદુ ગાંધીજ હતા. તેમ છતાં તેમણે શસ્ત્રો ઉઠાવ્યા અને દિમાપુર સુધી આવ્યા. સાહેબ ઈતિહાસ કેમ ભૂલો છો? આજના કોઈ ગાંધીના અનુયાયીઓ જો સુભાષબાબુને રસ્તે જવા માંગતા હોય તો તમે કે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ રાજકારણી તેમણે રોકી શકવાનો છે? અને અરુંધતીએ તો મરાઠી પત્રકાર પરિષદમાં ખુલ્લું આવ્હાન આપું છે કે હું સરહદ ની આ પાર છું. મને પકડો અને જેલ માં નાખો.

પણ મારી સાથે વાત પણ કરવા પહેલા આ વાંચી જજો. જો કે હું નથી ધારતો કે તમે આ વાંચ્યા પછી પણ … કેમકે એ માંધાતાઓ જેને માટે તમે લખો છો, તમને તમારો મત બદલવા નહિ દે. પણ ખેર, વાંચો તો સહી.  અને પછી કહો કે હું જે કહું છું તે સાચું છે કે ખોટું છે?  ગાંધીએ જે ચંપારણમાં ક્રાંતિ કરેલી તેજ પ્રદેશમાં આજે લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે બાપ.આપણા ગાંધીવાદી દિગ્ગજ નારાયણ દેસાઈને પણ આ ગવર્મેન્ટ ત્યાં જવા નથી દેતી સાહેબ. તમે જશો તે દેશમાં? આ વાંચો પછી જેને વિષે જે લખવું હોયે તે લખજો  “Click Here.” જો તમારામાં જરા પણ માનવતા હોયે તો આ વાંચીને પછી લખજો. અરે ભાઈ તમારે ઘરે બેસીને  ચિત્રલેખા માટે લખવું બહુ સહેલું છે. ત્યાં જઈને અરુંધતીની જેમ હીરો થઇ ને લખો તો જાણું. બાકીતો પોલું છે તે બોલ્યું છે અને ચિત્રલેખાએ છાપ્યું છે.

Please do not comment on this article unless you have read the essay of Arundhati Roy, Gandhi with Guns, published in the Guardian UK. the link is provided here. http://www.guardian.co.uk/books/2010/mar/27/arundhati-roy-india-tribal-maoists-1

  • Share/Bookmark